સાતકમાનો
અટક દરવાજાથી શરૂ થઈ બુઢિયા દરવાજા સુધીની કિલ્લેબંધી ધરાવતી હારમાળાની સૌથી ઉંચે દુર્ગની રાંગમાં દુરથી રળિયામણી મકાનો જોવા મળે છે. સાત કમાનો તરીકે ઓળખાતી આ ઈમારત સફાઈદાર પથ્થરોની બનેલી છે. વિશાળ મંડપરૂપે રચાયેલ સાત કમાનોમાં તત્કાલિન શાસનકર્તાઓ ગુપ્ત બેઠકો યોજતા તથા રાજવી પરિવાર આનંદ-પ્રમોદ માટેના સ્થળ તરીકે ઉપયોગ કરતા હોવાનું માનવામાં આવે છે.